News Portal...

Breaking News :

જગન્નાથના રત્ન ભંડારમાં હાજર મૂલ્યવાન વસ્તુઓની ડિજિટલ યાદી તૈયાર કરવાનો નિર્ણય

2024-07-16 13:30:59
જગન્નાથના રત્ન ભંડારમાં હાજર મૂલ્યવાન વસ્તુઓની ડિજિટલ યાદી તૈયાર કરવાનો નિર્ણય


પુરી: આપણા ભવ્ય પુરાતન મંદિરોના ભંડારો સોના,હિરા,ઝવેરાતના કિંમતી આભૂષણોથી ભરેલા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ રત્નભંડારોની સુરક્ષા ખુદ ભગવાન અથવા તો સર્પ કરે છે.રત્નભંડારોના દ્વાર ખોલાય નહીં, નહીં તો વ્યક્તિનું મૃત્યુ થઇ જાય એવી જ કેટલીક માન્યતા પુરીના જગન્નાથ મંદિર માટે પણ છે.


ઓડિશાના જગન્નાથ મંદિરના ‘રત્ન ભંડાર’ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો કહે છે કે ભગવાન પોતે આ ખજાનાની રક્ષા કરે છે. કેટલાક કહે છે કે રત્ન ભંડારની સુરક્ષા માટે સાપ દેવ 24 કલાક તૈનાત રહે છે.12મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ રવિવારે બપોરે ફરી ખોલવામાં આવ્યો હતો.રત્ન ભંડારના દરવાજા ખુલતાની સાથે જ અહીંની તિજોરીમાં શું રાખવામાં આવ્યું છે તે જાણવાની બધા લોકોને ઉત્સુકતા હતી. લોકો એ પણ જાણવા માંગતા હતા કે ખજાનાની રક્ષા કરતા કોઈ સાપ ત્યાં છે કે નહીં?પુરીનો રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. એ સમયે ઝવેરાત અને કીમતી વસ્તુઓની યાદી અને સમારકામ માટે આ સ્ટોર રૂમ ખોલવામાં આવ્યો હતો.


હવે રવિવારે ફરી એક વાર ધાર્મિક વિધિઓ કર્યા પછી આ રત્નભંડાર ખોલવામાં આવ્યો હતો.ઓડિશામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં રત્ના ભંડારને ફરીથી ખોલવો એ એક મોટો રાજકીય મુદ્દો હતો. ભાજપે તેની ખોવાયેલી ચાવીઓને લઈને તત્કાલિન સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) પર નિશાન સાધ્યું હતું અને લોકોને વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે રત્ન ભંડારને ફરીથી ખોલશે અને અંદરની વસ્તુઓની માહિતી જાહેર કરશે.સરકારે રત્ન ભંડારમાં હાજર મૂલ્યવાન વસ્તુઓની ડિજિટલ યાદી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં તેમના વજન અને તેની બનાવટની વિગત આપવામાં આવશે. આ ખજાનાની રક્ષા માટે સાપ તૈનાત હોવાની માન્યતા હતી,

Reporter:

Related Post