વડોદરા : શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાઈટ પોલ પાસે એક વ્યક્તિનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો.
આની જાણ વડોદરા ફાયર ની ટીમને કરાતા ફાયરના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને નીચે ઉતાર્યો હતો. અને પોલીસના હવાલે કર્યો હતો. ફાયરની આ કામગીરી અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર મેન્ટેનન્સના કામે આ શ્રમજીવીને કામ કરતી વેળાએ કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: admin