News Portal...

Breaking News :

આજથી સમા સ્પોર્ટસ કૉમ્પ્લેસમાં ઈન્ટર સ્ટેટ સ્પર્ધાનો પ્રારંભ

2025-01-03 14:35:03
આજથી સમા સ્પોર્ટસ કૉમ્પ્લેસમાં ઈન્ટર સ્ટેટ સ્પર્ધાનો પ્રારંભ


વડોદરા : દેશમાં સૌપ્રથમ વખત વડોદરામાં ટેબલ ટેનિસની ઇન્ટરનેશનલ સ્પર્ધાનું આયોજન કરાયું છે.



ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા ભારતને WTT સ્પર્ધા એલોટ કરાઈ છે. ઈન્ટરનેશનલ સ્પર્ધા દેશમાં પ્રથમવાર વડોદરામાં સમા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ ખાતે તા.૨૬ ફેબ્રુ.થી ૧લી માર્ચ દરમિયાન રમાશે. જેમાં ૩૫થી વધુ દેશના અંદાજે ૪૦૦ ખેલાડીઓ વડોદરા આવશે. બીજી તરફ, આવતીકાલથી શહેરમાં ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમા ગુજરાત, દીવ-દમણ, આસામ, મેઘાલય, બિહાર અને દક્ષિણ તથા ઉત્તર ભારત મળી કુલ ૨૯ રાજ્યના ૧,૧૫૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. 


ઈન્ટર સ્ટેટ જુનિયર અને યૂથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ કાલથી ૧૦ દિવસ સુધી સમા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં રમાશે. આ ઉપરાંત માર્ચ મહિનાના છેલ્લાં સપ્તાહમાં શહેરમાં પેરા નેશનલ ચેમ્પિયશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ૩૦૦થી વધુ પેરા ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં રમશે. ઉલ્લેખનિય છે કે, LVP ખાતે ગુરૂવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ ડૉ.હેમાંગ જોષી, TTABના ચેરપર્સન જયાબેન ઠક્કર અને સેક્રેટરી કલ્પેશ ઠક્કર વગેરે હાજર રહયા હતાં.

Reporter: admin

Related Post