News Portal...

Breaking News :

ઝારખંડમાં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારવામાં આવી સવારે 9 વાગ્યા સુધી 13.04% મતદાન

2024-11-13 11:40:37
ઝારખંડમાં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારવામાં આવી સવારે 9 વાગ્યા સુધી 13.04% મતદાન


રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન (Jharkhand election voting) થઈ રહ્યું છે. અહેવાલ મુજબ સવારે 9 વાગ્યા સુધી 13.04% મતદાન નોંધાયું છે.


ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન લાતેહારમાં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારવામાં આવી છે. જવાનની ઓળખ સંતોષ યાદવ તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ જવાનને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરોએ વધુ સારવાર માટે રાંચી રીફર કર્યો હતો. 


ઘાયલ સૈનિકને રાંચીની મોટી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.વડાપ્રધાને મતદાન માટે અપીલ કરી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના તમામ મતદારોને વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવાની અપીલ કરી હતી.

Reporter: admin

Related Post