આચારસંહિતા સમાપ્તિના ત્રણ મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની અધ્યક્ષ સ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ તથા ડ્રગ્સના દુષણને ડામવા માટે આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી.
શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર હાઈ ટેક બનશે તેમજ દારૂ ડ્રગ્સના દુષણ ને ડામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે.જેમાં વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી તેમજ ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin