News Portal...

Breaking News :

ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરને અભિનંદન આપતા સંદેશને લઈને વિવાદ જાગ્યો

2024-07-30 19:48:43
ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરને અભિનંદન આપતા સંદેશને લઈને વિવાદ જાગ્યો


મુંબઈ : હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ મંગળવારે બૅક-ટુ-બૅક હરીફાઈમાં ચંદ્રક જીતીને ફરી એકવાર કમાલ કરી એ બદલ દેશભરના સ્પોર્ટ્સ પ્રેમીઓ બેહદ ખુશ છે


અને આવી જ ખુશી કેટલીક જાણીતી કંપનીઓની બ્રૅન્ડ્સ દ્વારા પણ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરાઈ છે. જોકે કેટલીક બ્રૅન્ડ્સમાં મનુ ભાકરને અભિનંદન આપતો જે સંદેશ અપાયો એને લઈને વિવાદ જાગ્યો છે.મનુ ભાકરના વિવિધ કંપનીઓની બ્રૅન્ડ્સ અને એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટને લગતા કામ આઇઓએસ સ્પોર્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની સંભાળે છે. જોકે મનુ ભાકરના મૅનેજરે કેટલીક જાણીતી બ્રૅન્ડ્સને કાનૂની નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે, કારણકે આ બ્રૅન્ડ્સ સાથે મનુ ભાકરનો કોઈ જ સંબંધ ન હોવા છતાં આ બ્રૅન્ડ્સ મારફત મનુને અભિનંદન આપતી જાહેરખબરો મનુના ફોટો તથા વીડિયોના ઉપયોગ સાથે જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવી છે.


મનુ ભાકરના મૅનેજરનું કહેવું છે કે આ બ્રૅન્ડ્સ મનુની સ્પૉન્સર ન હોવા છતાં મનુના ફોટો અને વીડિયોનો ઉપયોગ જાહેરખબરોમાં કરવામાં આવ્યો છે. સૂત્રોનું એવું પણ જણાવાયું છે કે બે ડઝન જેટલી બ્રૅન્ડ કોઈ પણ રીતે મનુ સાથે સંકળાયેલી ન હોવા છતાં એના દ્વારા સોશિયલ મીડિયામાં મનુના ફોટો અને વીડિયો સાથે તેને અભિનંદન આપવામાં આવ્યા છે. મનુના મૅનેજરના જણાવ્યા અનુસાર આવું કરવું કાનૂની રીતે માન્ય ન કહેવાય એટલે મનુ વતી આ બ્રૅન્ડ્સને નોટિસ મોકલવામાં આવશે. મનુના મૅનેજરના મતે આને મનુ ભાકરના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરીને પોતાની બ્રૅન્ડ્સનું મફતમાં માર્કેટિંગ થયું કહેવાય.કાનૂની રીતે આ પ્રકારના ઉલ્લંઘનની છૂટ નથી; પરંતુ સામાન્ય રીતે ભારતમાં સેલિબ્રિટીઝ આવા કેસમાં કાનૂની પગલું નથી ભરતી હોતી, કારણકે ભારતમાં આવા પ્રકારના કેસ વર્ષો સુધી ચાલતા હોય છે.

Reporter: admin

Related Post