News Portal...

Breaking News :

વડસર વિસ્તારમાં પરવાનગી વિના હોર્ડિંગ હટાવવા બાબતે વિવાદ સર્જાયો

2024-06-18 10:05:27
વડસર વિસ્તારમાં પરવાનગી વિના હોર્ડિંગ હટાવવા બાબતે વિવાદ સર્જાયો


શહેરના વડસર બ્રીજ પાસે એક વિશાળ હોર્ડિંગ હટાવવા બાબતે સુજલ એડવર્ટાઈઝર્સ અને પેટ્રોલપંપના સંચાલકો વચ્ચે સર્જાયેલો વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. સુજલ એડવર્ટાઈઝર્સના સંચાલકોએ આ મામલે માંજલપુર પોલીસ મથકમાં લેખીત રજૂઆત કરી છે. પોલીસે એડવર્ટાઈઝર્સની રજૂઆતને આધારે તપાસ શરૂ કરી છે. 



માંજલપુર પોલીસ મથકના પીઆઈ કહે છે કે, વડસર બ્રીજ પાસે આવેલા પેટ્રોલપંપની બાજુમાં એક વિશાળ હોર્ડિંગ લગાવવામાં આવ્યુ છે. ચોમાસાની સિઝનમાં આ હોર્ડિંગ પડી જાય તેવી આશંકા ઉભી થતા પેટ્રોલપંપના સંચાલકોએ આ હોર્ડિંગને કાઢી નાંખવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, સંચાલકોએ હોર્ડિંગના માલિકની આ બાબતે કોઈ પરવાનગી લીધી ન હતી. હકીકતમાં આ હોર્ડિંગ સુજલ એડવર્ટાઈઝર્સનું હતુ.


પેટ્રોલપંપના સંચાલકોએ હોર્ડિંગને હટાવવાની કામગીરી શરૂ કરતા જ સુજલ એડવર્ટાઈઝર્સના સંચાલકો દોડી આવ્યા હતા અને તેમણે પેટ્રોલપંપના સંચાલકો સાથે વાતચીત કરી હતી. જોકે, મામલો પતે એવું નહીં જણાતા આખરે સુજલ એડવર્ટાઈઝર્સ દ્વારા માંજલપુર પોલીસ મથકે પેટ્રોલપંપના સંચાલકો વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Reporter: News Plus

Related Post