ડભોઇ : તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ નદી કિનારે ગામના પ્રવીણભાઈ મચ્છી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નિપજ્યું હતું. તેઓના પરિવારને સહાય માટે તે માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરી હતી.
આજરોજ ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે 10મી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડુબાડી મોત નિપજાવ્યું હતું આ બનાવવા અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી
જે સંદર્ભે જે ભોગ બનનારના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીને આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે અને મામલતદાર ડી વી ગામીત ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્રજી બારોટ ટીડીઓ તેજલ રાણા વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
Reporter: admin