જાંબુઘોડા : વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી.
માહિતી મુજબ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજ નારુકોટ, જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'એક પેડ માં કે નામ' અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે, વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકો સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે,જે આપણને જીવાડે છે.
એવાં ઝાડવાંને આપણે જીવાડવાં પડશે.વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે છે આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ. જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષ ને કાપતો નથી.આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સામાજીક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તેમજ રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ લાભ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાનુભવો હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે જિલ્લા કલેકટર આશિષ કુમાર નાયબ વન સંરક્ષક ગાંધીનગર ડૉ. શકીરા બેગમ ગોધરા નાયબ વન સંરક્ષક એમ.એલ.મીના, ડૉ.એમ.ડી.જાની સરકારી કોલેજના અધ્યાપકો પંચમહાલ જીલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંગભાઈ બારીઆ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin