દાહોદ: ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ લોકો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે.
દેવગઢ બારીયા તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જ્યાં જુઓ ત્યાં બસ તિરંગા યાત્રામાં ભાગીદારી કરનારના હાથમા તિરંગા લહેરાયેલા તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કરેલા નાદ વંદે માતરમ્, ભારત માતા કી જય તેમજ શહીદો અમર રહો દેશ જેવા દેશ ભક્તિના વિવિધ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય કરી દીધું હતું. તિરંગા યાત્રા દેવગઢ બારીયાના ઐતિહાસિક ટાવર પાસે આવીને પૂર્ણ થયા બાદ ત્યાં નાનકડાં ભૂલકાઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગ નિમિતે દેવગઢ બારીયા તાલુકાને અગ્નિશામક મીની ફાયર ટેન્ડર પાસ થતા તેનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સાથે મંત્રીએ તમામ નગરજનોને દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ૧૫ મી ઓગસ્ટના કાર્યક્ર્મમા ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતુ.આ તિરંગા યાત્રા નિમિતે જિલ્લા પંચાયના ઉપપમુખ અરવિંદા, દેવગઢ બારીયાના મહારાજા તુષારસિંહ બાબા, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલી નિનામા,નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, મામલતદાર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત શાળાઓના વિદ્યાર્થીઓ શાળા સ્ટાફગણ અને નગરજનોએ ભાગ લઇ સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા.
Reporter: admin