સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે હુસેની ખિદમતે ખલ્ક કમિટી દ્વારા તાલુકાના હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ અગ્રણીઓ હાજર રહયા હતા

સાવલી કરચિયા રોડ પર આવેલ દારૂલ ઉલુમ જામિયા મદારૂલ ખાતે ગત રાત્રીના સમયે તાલુકામાંથી ચાલુ સાલે પવિત્ર હજ યાત્રા જતા હજયાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો પર હજ યાત્રા કરવી વાજીબ છે અને દરેક મુસ્લિમનું એક સ્વપ્ન હોય છે કે એ પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે તેવામાં ગત રાત્રીએ ખિદમતે ખલ્ક કમિટી દ્વારા હાજીઓનો સન્માન સમારંભ યોજાયો હતો સાથે સાથે આ સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ જાવેદભાઈ પઠાણ મુસ્લિમ યુવા સંગઠન પ્રમુખ હાજી જુનેદ શેખ ઉમર ફાઉન્ડેશન દાહોદ ફારુકભાઈ પાટુક વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મુબારક પટેલ આંકલાવ મોઢે સલામ ગરાસીયા પ્રમુખ જાવેદભાઈ રાજ અને મહેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વેળાએ હાજર જનોએ મક્કાની પવિત્ર ધરતી પર જનાર હાજીઓને આ પવિત્ર ધરતી પર જઈને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની સલામતીની અને ભારત વિશ્વ ગુરુ બને તેવી દુઆ કરવા માટે ખાસ અપીલ કરી હતી અને સૌ મુસ્લિમોને દેશના દુશ્મનો અને દેશના ગદ્દારો સામે એક થઈને લડવા માટે તેમજ એકતા માટે આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબરભાઈ શેખ અને ફારૂકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા

Reporter: admin







