News Portal...

Breaking News :

રેલ્વે સ્ટેશન પાસે એક યુવક ઉપર ચપ્પુ અને બ્લેડ વડે હુમલો થતાં ત્રણ હુમલાખોરો સામે ગુનો દાખલ

2025-05-10 17:17:41
રેલ્વે સ્ટેશન પાસે એક યુવક ઉપર ચપ્પુ અને બ્લેડ વડે હુમલો થતાં ત્રણ હુમલાખોરો સામે ગુનો દાખલ


વડોદરાઃ રેલ્વે સ્ટેશન પાસે એક યુવક ઉપર ચપ્પુ અને બ્લેડ વડે હુમલો થતાં સયાજીગંજ પોલીસે ત્રણ હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.  



એલેમ્બિક રોડ ઉપર પંડયા બ્રિજ પાસે રહેતા વિવેક લોહાણે કહ્યું છે કે,ગુરુવારે સાંજે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પાસે કબૂતરને ચણ નાંખવા ગયો તે વખતે મોઈન,માહીર અને અન્ય એક જણાએ તું અહીંનો દાદો થઈ ગયો છે કેમ કહી ગાળો ભાંડી હતી. 



જેથી હું ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ સ્કૂટર ઉપર મારો પીછો કર્યો હતો અને સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે રોક્યો હતો.આ પૈકી મોઈને મારા હાથે ચપ્પુથી,માહીરે બ્લેડ વડે મારા ગળાના ભાગે અને ત્રીજાએ ગડદાપાટુનો માર માર્યો હતો.જેથી પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

Reporter: admin

Related Post