વડોદરા : વર્ષ 2024 માં વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પ્રિએક્ટિવેટેડ સીમકાર્ડ ઠગ ટોળકીને આપનાર ભાગેડુ આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.વર્ષ 2024 માં કરજણ પોલીસમાં ખાતે નોંધાયેલા ગુનામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારના વધઘટ જોઈ, ખોટી ઓળખ આપી, વિશ્વાસમાં લઈને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી.
આ ટોળકીએ મહેસાણાના વિજાપુરમાં રહેતા મોહીનુદ્દીન સૈયદ પાસેથી પ્રિએક્ટિવેટેડ સીમકાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ દ્વારા મોઇનુદ્દીન સૈયદને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા જે તે વખતે સીમકાર્ડ કઢાવવા આવતા લોકોને તેમના નામના ડોક્યુમેન્ટ મેળવીને ગેરકાયદેસર રીતે પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ મેળવી લેતો હતો.જે બાદ ઉંચી કિંમતે આ સીમકાર્ડને વેચી દેતો હતો. છેલ્લા છ માસથી પોલીસની નજરથી ચોરી છુપાઈને રહેતો હોવાનો સામે આવ્યુ હતું. જ્યારે આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
Reporter: admin