વડોદરા: LCB વડોદરા ગ્રામ્ય કાયાવરોહણ ખાનપુર ચોકડી નજીકથી દારૂ ભરેલી કાર કાયાવરોહણ ખાનપુર ચોકડી નજીકથી દારૂ ભરેલી કાર પકડી પાડી છે.LCB વડોદરા ગ્રામ્યે 2.90 લાખનો દારૂ કબજે કર્યો છે.
પોલીસ ને જોઈને દારૂ ભરેલી કાર છોડીને આરોપી ફરાર થયો હતો. ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા ઇસમને પકડી પાડ્યો છે.પકડાયેલ ઇસમનું નામ દિનેશ તેલીયાભાઈ બિલ જે છોટાઉદેપુરનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.કારમાંથી દારૂની 1071 બોટલ રૂપિયા કિંમત 2.90 લાખ મળી આવી છે.
પોલીસે દારૂ,કાર અને મોબાઈલ ફોન મળી કુલ 6 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.દારૂ ભરેલી કાર છોડીને ભાગી જનાર અરવિંદભાઈ કમસિંગભાઈ બિલ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
Reporter: admin







