News Portal...

Breaking News :

23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવાન

2024-08-23 12:32:35
23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવાન


ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષથી 23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે. 


ત્યારે ગુજકોસ્ટ દ્વારા વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અવકાશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી તેનો પ્રારંભ થયો છે. પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. 21 થી 27મી ઓગસ્ટ, 2024 સુધી યોજવામાં આવેલ અવકાશ સપ્તાહમાં વિધાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોયોજવામાં આવ્યા છે. 


અવકાશ સપ્તાહના પ્રારંભે નિયામક ડૉ.જીતેન્દ્ર ગવલી અને સ્પેસ તજજ્ઞ દિગંત જોષી દ્વારા ઉપસ્થિત 120 જેટલા શાળાના વિધાર્થીઓ અવકાશમાં આવેલ ગ્રહો અને ઉપગ્રહોનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય તે અંગેની સમજ આપવામાં આવી.સંયોજક દિનેશ ગાંધીએ ભારતે ભારતે અવકાશ ક્ષેત્રે કરેલી કામગીરીને વિવિધ સ્પેસ શટલ પ્રદર્શન, ફિલ્મ શો, વર્કિંગ મોડલ દ્વારા સમજાવી હતી. વડોદરાની પદ્માવતી વિદ્યાલય, નૂતન વિદ્યાલય તથા મેકલ વિદ્યાલયના વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા હતા.

Reporter: admin

Related Post