વડોદરા : તહેવારો ટાણે દારૂના શોખીનોને માંગ મુજબ સ્ટોક પહોંચાડવા બુટલેગરો સક્રિય થયા છે.અને પોલીસથી બચવા અવનવા પેતરા અજમાવી રહ્યા છે.જેથી પોલીસ પકડથી બચી શકાય.
પરંતુ પોલીસ પણ બુટલેગરને માત આપી રહી છે.હ્યુમન સોર્સથી માહિતી મળતા LCBએ કારવણથી નાના ફોફડીયા જવાના રસ્તે ચુડેલ માતાજીના મંદિરની સામે માઈનોર કેનાલ પાસે સર્ચ કર્યું હતું.જેમાં પોલીસ ચોંકી ઉઠી હતી.
સંતાડી રાખેલો 8.59 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પ્રોહી.ના ગુનામાં સન્ની ઉર્ફે લાલુ રાઠોડ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin







