વડોદરા શહેર મા ભારતના વડાપ્રધાન આવતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન ના આંખે પાટા મારવા માટે વડોદરા શહેરના ચોક્કસ વિસ્તારોના અંદર જ બ્યુટીફિકેશનનું કાર્ય કરવામાં આવતું હોય છે
ત્યારે વડોદરા શહેરના વિકાસના સાચી હકીકત એ છે કે જે રોડ પર દેશના વડાપ્રધાન આવવાના હોય તે જ રોડ પર મસમોટો ભુવો છેલ્લા બે મહિનાથી પડેલ હોય અને કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવે જેના કારણે વડોદરા શહેરની જનતાને ભુવાનો શિકાર બનવો પડે છે આજરોજ વડાપ્રધાન જે રસ્તે આવવાના છે તે રસ્તા પાસે સુપર બેકરીની બાર છેલ્લા બે મહિનાથી પડેલા ભૂવામા ખાનગી ટ્રાવેલ્સની બસ પડી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉદ્ભવ થયો હતો વધુમાં પવન ગુપ્તા એ જણાવ્યું હતું કે આવો ભુવો દેશના વડાપ્રધાન જે રસ્તે આવી રહ્યા છે એ રસ્તાથી અડધા કિલોમીટરના અંતરે આવેલ છે
પરંતુ પાલિકા દ્વારા દેશના વડાપ્રધાનને ખોટો વિકાસ બતાવવા માટે ફક્ત એરપોર્ટ થી ખોડીયાર નગરના રસ્તા નો જ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે સાચી હકીકત તો એ છે કે ખોડીયાર નગર થી સરદાર એસ્ટેટ જતા રસ્તા પર ઘણા ભુવાઓ પડેલા છે પણ કોર્પોરેશન દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરો સાથે હાથ મિલાવીને એ ભુવાઓ પૂરવાની તસ્દીર લેતા નથી આવનાર સમયમાં દેશના વડાપ્રધાન જ્યારે વડોદરા શહેરમાં આવતા હોય ત્યારે એમને વડોદરાનો સાચો વિકાસ બતાવવાનો પ્રયાસ વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા કરવામાં આવશે એવું જણાવેલ હતું
Reporter: admin