વડોદરા : વિશ્વામિત્રી ખાતે આવેલ પાણીની નલિકામાં ભંગાણ સર્જાતા વિસ્તારના નાગરિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતા.
આજે વિસ્તારના કાઉન્સિલર બાળું સુર્વેએ સ્થળનું નિરીક્ષણ કરતા તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને વારંવાર કમિશનર ડેપ્યુટી કમિશનર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરતા પહેલામાં વહેલી તકે સમસ્યાનું નિવારણ થાય તેવી વાત કરી હતી.
વોર્ડનં 13 વિસ્તારમા છેલ્લા એક મહિનાથી પાણીથી વંચિત, નવાપુરા વિસ્તાર, સિયા બાગ , જેવા વિસ્તાર લો પ્રેશર થી પાણી મળતું હતું.તહેવારના દિવસોમાં15 મિનિટ પીવાનું પાણી આવે છે ત્યારે પાણીની નલિકામાં ભંગાણ સર્જાતા અનેક નાગરિકો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા.
Reporter: admin