શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ ખાતે આવેલા વૈકુંઠ ચારરસ્તા નજીકના રદ્રાક્ષ સોસાયટીમાં ભારતી જગદીશ શાહ તેમના માતા સાથે રહે છે તેઓ સામાજિક કાર્યકર છે
તેમના આક્ષેપો મુજબ તેમના ઘરની સામે રહેતા અને વ્યાજનો ધંધો કરતા માથાભારે વ્યક્તિ રિપલ શાહ તથા તેમના ધર્મપત્ની સ્નેહા શાહ દ્વારા ગત રોજ ભારતીબેન શાહે સાંજે પૂજા કર્યા બાદ અગરબત્તી પોતાના દરવાજા પાસે લગાવતાં આ અંગે બોલાચાલી બાદ ઝઘડો કર્યો હતો અને સોસાયટીમાં અન્ય મહિલાઓને પણ માતા દિકરી વિરુદ્ધ ભડકાવી સાથે અન્ય તત્વો સાથે મળીને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આપતા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
એક તરફ શહેર પોલીસ દ્વારા વિવિધ ઝોનની અંદર વ્યાજ પૂરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે વાઘોડિયા રોડના માથાભારે વ્યાજખોરો ની સામે હવે પોલીસ કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું
Reporter: