વડોદરા શહેરની એક ખાનગી શાળાના પહેલા માળની દીવાલ ધરાશાયી થતા ભાગદોડ મચી. રીસેસ દરમિયાન એકાએક શાળાની દીવાલ ધરાશાયી થતા બાળકો સહીત શાળાના સંચાલકના જીવ અઘ્ધર થયા.
આ ઘટનામાં બેથી ત્રણ વિદ્યાર્થીઓ દીવાલ નીચે દબાયા હતા. જેમાંથી એક વિદ્યાર્થીને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા શાળામાં વાલીઓનો ઘસારો જોવા મળ્યો.પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાઘોડિયા રોડના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલ નારાયણ વિધાલયમાં ચાલુ શાળાએ દીવાલ ધરાશાઈ થઇ ગઈ. રીસેસ દરમિયાન શાળાના પહેલા માળે વર્ગ 8 ડી નો ભાગ થયો ધરાશાઈ. વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાઇ થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં બે થી ત્રણ બાળકો દબાઈ ગયા હતા. જેમાંથી એક વિધાર્થીને ઈજા પહોંચી હતી. રીસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે પરંતુ જો વિધાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતાં હોત અને તે સમયે આ ઘટના બની હોટ તો કોઈ મોટી જાનહાની સર્જાવાની શક્યતાઓ હતી.
આ અંગે જાણ થતા પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા. જેના કારણે શાળામાં વાલીઓનો ઘસારો જોવા મળ્યો.આ સાથે જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ પણ શાળા ખાતે દોડી આવ્યા.આ અંગે શાળાની આસપાસ રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બપોરે 12 વાગ્યાની આસપાસ શાળાની રીસેસ દરમિયાન શાળાની દીવાલ અચાનક ધરાશાયી થઇ ગઈ હતી. જેથી અમે શાળાએ મદદ માટે દોડી આવ્યા. શાળામાં દીવાલ પડતા 2-3 છોકરાઓ તેની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ નથી પહોંચી. આ શાળા પંદર વર્ષ કરતા પણ વધુ જૂની છે. શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ અંગે અમે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું પણ તેમ છતાંય આ અંગે યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યો.
Reporter: