વલસાડ :શિવાલય ખાતે દર્શન કરવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધનું શિવાલય ખાતે દર્શન કરતી વેળા એ મૃત્યુ થયું હતું.
તાલુકાના પારનેરામાં શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેથી મંદિરમાં ઉભેલા રેસર ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક CPR આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છત્તા શ્વાસ ચાલુ થયા ન હતા.
જે બાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં ખસેડતા ફરજ ઉપર હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના શિવાલયમાં લાગેલા CCTVમાં પણ કેદ થઈ હતી. વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હોવાનું સ્થાનિક લોકોએ પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.
Reporter: admin