News Portal...

Breaking News :

મચ્છીપીઠમાં દબાણો તોડવા પાલિકા અને પોલીસનું તંત્ર દોડતું થયું

2024-11-20 09:33:55
મચ્છીપીઠમાં દબાણો તોડવા પાલિકા અને પોલીસનું તંત્ર દોડતું થયું


વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા-પોલીસનું નિદ્રાધીન- હપ્તાખોર તંત્ર જાગ્યું હતું. પાલિકાએ મચ્છીપીઠમાં પહોંચી દબાણો દૂર કર્યા હતા.  


જેસીબી, ટ્રક અને માણસો લઈ નીકળેલી દબાણ શાખા મચ્છીપીઠ પહોંચે તે પહેલાં જ લારી-ગલ્લાનાં દબાણો હટી ગયાં હતાં.જ્યારે 21 શેડ, 9 ઓટલા તોડી,9 ટ્રક ભરી સમાન જપ્ત કરાયો હતો.પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની થયેલી નિર્મમ હત્યા બાદ વર્ષોથી અડીખમ ઊભાં રહેતાં દબાણો તોડવા પાલિકા અને પોલીસનું તંત્ર દોડતું થયું હતું. હત્યાના બીજા જ દિવસે મચ્છીપીઠમાં ઊભા રહેતા લારી-ગલ્લા અને શેડનાં દબાણો તોડવા દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જોકે દબાણ શાખા પહોંચે તે પહેલાં જ દબાણો હટી ગયાં હતાં.જેથી દબાણ શાખા અને પોલીસની ફજેતી થઈ હતી. 


5 જેસીબી મશીન 9 ટ્રક તથા પશુ પકડવા માટે ટ્રેક્ટર અને કુમક લઈ પહોંચેલા પાલિકાના ટીડીઓ, ટીપીઓ, વોર્ડ કચેરીની ટીમની સૂચના મુજબ દબાણ શાખાએ ભૂતડીઝાંપા, નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડાથી બહુચરાજી સ્મશાન રોડ સુધીનાં દબાણો હટાવ્યાં હતાં. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. પાલિકાની કાર્યવાહીને કારણે અનેક રોડ બંધ કરાયા હતા. મચ્છીપીઠમાં દબાણ શાખા ઘૂસતાં જ મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયાં હતાં.જોકે ટોળા વચ્ચે પોલીસ બંદોબસ્ત લઈ દબાણ શાખાએ ઓટલાને જેસીબી દૂર કર્યા હતા. તદુપરાંત ફૂટપાથ પર મૂકેલી લારીઓ જપ્ત કરી હતી.

Reporter: admin

Related Post