News Portal...

Breaking News :

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

2024-11-19 16:30:38
પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી


વડોદરા : એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. 


રાજ્યમાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પી એમ કિસાન યોજનાના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં ૨૫ નવેમ્બર પહેલા વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ ૨,૦૪,૦૬૧ લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આજ દીન સુધી ફક્ત ૨૦,૭૩૫ ખેડૂતોએ જ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 


પી એમ કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઇલ એપ્લીકેશન મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે. ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ) તેમજ કોમન સર્વીસ સેન્ટર, ગ્રામસેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વડોદરાની યાદીમાં જણાવાયું છે.

Reporter: admin

Related Post