News Portal...

Breaking News :

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ

2024-11-19 16:26:03
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ


બેઠક  દરમિયાન લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજવામા આવી હતી.


સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ - ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કરાવ્યો હતો. વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં મમતા હિરપરાએ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની કામગીરી વિશેષ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા..


આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હિરપરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ " નિમિતે રાષ્ટ્ર્રવ્યાપી ઉજવણી માટે નિર્ધારિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા તેમજ સ્વચ્છતા અંગે જન જાગૃતિ વધારવા માટે આ દિવસનું અસરકારક અને મહત્વપૂર્ણ થાય એ માટે વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતો અને લક્ષ્યોને પરિપૂર્ણ કરવા સ્વચ્છતાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે વ્યક્તિગત શૌચાલય યોજના હેઠળ લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવા સહિતની કામગીરી કરવાની થાય છે.આ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો વગેરેમાં શૌચાલય અને પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવશે.બેઠકમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે વિશ્વ શૌચાલય દિવસની જાણકારી આપી હતી. આ બેઠકમાં  નિવાસી અધિક કલેક્ટર ડૉ.બી.એસ.પ્રજાપતિ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: admin

Related Post