News Portal...

Breaking News :

બજારમાં જોરદાર અફડાતફડી વચ્ચે તેજી

2024-11-19 15:04:09
બજારમાં જોરદાર અફડાતફડી વચ્ચે તેજી


મુંબઇ: શેરબજારમાં અણધારી રીતે સતત સાત દિવસની નબળાઈ બાદ nifty 135 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને માર્કેટ કેપમાં રૂપિયા 5 લાખ કરોડની જમ્પ નોંધાઈ હતી.


આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૫૮૫ પોઇન્ટથી વધુનો ઉછાળો છે અને નિફ્ટી 23600 પોઇન્ટની ઉપર છે. બજારમાં જોરદાર અફડાતફડી પણ ચાલી રહી છે. અલબત આગળ જતાં આંકડા બદલાતા રહેશે, પરંતુ નિષ્ણાતો માને છે કે હાલ કોઈ મજબૂત ટ્રિગર મોજૂદ નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી અને કોર્પોરેટ કમાણી સહિતના નેગેટિવ ફેક્ટર હજુ પણ નમોજુદ છે.


તાજેતરના પાછલા સત્રોમાં બેન્ચમાર્ક સહિતના મોટાભાગના શેર આંક કરેકશન મોડમાં નેગેટિવ ઝોનમાં સરકી ગયા બાદ ટૂંકા ગાળાની રાહત રેલીને આધારે મંગળવારે ભારતીય શેરોમાં ઊંચા મથાળે આગળ વધ્યા હતા. આજે તમામ 13 મુખ્ય સેક્ટર્સમાં સુધારો જોવા મળ્યો છે. વ્યાપક બજારમાં પણ સારી લેવાલી જોવા મળી છે. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ કેપ્સ શેરો અનુક્રમે આશરે 1.4%થી અને એક ટકા સુધી વધ્યા હતા.

Reporter: admin

Related Post