એંકર :- વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના શોકમાં નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો હતો.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી.રવિવારની રાત્રે 9-30 વાગ્યાના અરસામાં કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત અને પોતાની ધાક જમાવવા ખુલ્લેઆમ દાદાગીરી કરતાં બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી. નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.
પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રદ કરતા જણાવ્યું, મારો દીકરો તો મારી જેમ સેવા કરવા ગયો હતો અને આ લોકોએ એને મારી નાખ્યો, આ લોકોને છોડશો નહીં. પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય, તો આમ આદમીનું શું થાય. મા પોતાના દીકરાને જોઈ બોલી મારા દીકરા તને ભૂખ નથી લાગી, તું ખાવા માટે આવી જા, બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોકકળ મચી હતી.પોતાના વ્હાલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી.
Reporter: admin