સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ ની નિશ્રામાં લાલબાગ જૈન સંઘ માં વરઘોડા નો કાર્યક્રમ યોજાયો: માંજલપુર ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય માં કુમારપાળ મહાઆરતી યોજાઇ:જૈનો માં શત્રુંજય તીર્થ પાલીતાણા ને શાશ્વતુ તીર્થ માનવામાં આવે છે. જેમ મુસ્લિમો માં મકક હજ કરવા જવાનું મહત્વ છે એમ જૈનો માં શત્રુંજય તીર્થ નું ખુબ મહત્વ છે.
એમ વલ્લભસુરી સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ની સાધ્વીજી ચિંતન પ્રજ્ઞાશ્રીજી એ જણાવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનો ના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન શત્રુંજય તીર્થ પર પુર્વ ૯૯ વાર પધાર્યા હતા તેથી જૈનો ૯૯ સળંગ જાત્રા કરતા હોય છે પરંતુ લાલબાગ જૈન સંઘમાં આરવ ચિરાગભાઈ શાહે ૧૫ વર્ષ ની નાની ઉંમર માં ૪૪-૪૫ ડીગ્રી ગરમી માં પણ ૫-૫ જાત્રાઓ એક દિવસ માં કરી ને આ આકરું તપ પુર્ણ કર્યું છે. દરમ્યાનમાં લાલબાગ જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રકાશ શાહ તથા સંજય શાહે જણાવ્યું કે અમારા સંઘ ના બે બાળકો તથા એક નાની બાલિકા એ આ ૯૯ જાત્રા નિર્વિધ્ને પુર્ણ કરી છે જેમાં આરવ શાહ સાથે ધૈર્ય મેહુલ શાહ તથા ધ્વનિ પ્રશાંતભાઈ શાહ પણ જોડાઈ હતી..
આજે લાભાર્થી ચિરાગભાઈ શાહ તરફ થી બાળકો ના બહુમાન રુપે ઘંટાકર્ણ મહાવીર તથા ચંદ્રોદય મહારાજ ના મંદિરે દર્શન કરી વરઘોડો ઢોલ નગારા સાથે વાજતેગાજતે માંજલપુર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય પહોંચ્યો હતો જ્યાં ભાવિક ભક્તો એ સ્તવન ની રમઝટ બોલાવી હતી તથા તપસ્વી અમર રહો.... તથા સિદ્ધાચલગીરી નમો નમઃ,વિમલાચલગીરી નમો નમઃ વંદન હો ગીરીરાજ બધાએ સાથે મળીને ગાયું હતું. ત્યારબાદ ત્રણેય તપસ્વી બાળકો દ્વારા મહાઆરતી અને મંગલ દીવા નો કાર્યક્રમ યોજાયો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: News Plus