News Portal...

Breaking News :

રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 12 ફૂટનો મહાકાય મગર દેખાતા તેનું રેસ્ક્યૂ કરાયું

2025-02-26 16:54:07
રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 12 ફૂટનો મહાકાય મગર દેખાતા તેનું રેસ્ક્યૂ કરાયું


વડોદરા: શહેરમાં માનવો અને મગર ખુબ પાસે પાસે વસવાટ કરે છે. શહેરના રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 12 ફૂટનો મહાકાય મગર દેખાતા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ સમયે મગર આવી જતો હતો. તે કોઇને પરેશાન કરતો ન હતો. પરંતુ ગ્રાઉન્ડમાં બાળકો તથા અન્ય તેની નિર્દોષ હાજરીથી ખોફ અનુભવતા હતા. આખરે મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. મગર વજનદાર હોવાથી એકથી વધુ એનજીઓના સ્વયં સેવકો રેસ્ક્યૂમાં જોડાયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. મગરનું રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે નવ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર છે. સામાન્ય રીતે ચોમાસામાં મગરની હાજરી માનવવસવાટ નજીક જોવા મળે છે. રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. 


અહિંયા એક મહાકાય મગરની હાજરી નોંધવામાં આવી હતી. સ્થાનિકોના મતે જાણે મગર ક્રિકેટ પ્રેમી હોય તેમ વર્તતો હતો. મેદાનમાં જ્યારે મેચ ચાલુ હોય ત્યારે તે ગ્રાઉન્ડના એક ખૂણે આવી જતો હતો અને ત્યાંથી સ્થિતી નિહાળતો હતો. તે ક્યારે કોઇને નુકશાન અથવા ડરાવવાનો કોઇ પ્રયાસ કરતો ન હતો.પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાળકોની અવર-જવરને પગલે વાલીઓ ચિંતિત હતા. જેથી મગરને રેસ્ક્યૂ કરવા માટે શ્રી સાંઇ દ્વારકા માઇ સંસ્થાના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તુરંત વોલંટીયર્સ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પરથી 12 ફૂટ લાંબો મહાકાય મગર મળી આવ્યો હતો. જેનું અંદાજીત વજન 250 કિલો હોવાનું અનુમાન હતું. વજનદાર મહાકાય મગરનું એકલાહાથે રેસ્ક્યૂ શક્ય ન હતું. અનેક સંસ્થાઓના વોલંટીયર્સે ભેગા મળીને મગરનું રેસ્ક્યૂ કર્યું છે. તેને સહીસલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post