વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા જનક પરમારે પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે.
કોંગ્રેસમાં એક બાદ એક કાર્યકરો રાજીનામુ આપી કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માથે છે તેવામાં પાયાના અને સંગઠનના હોદ્દેદારો પણ જવાબદારીમાંથી મુક્ત થઇ રહ્યા છે. વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જનક પરમારે પોતાના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. જનક પરમારે જણાવ્યું હતું કે મારા અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે. કાર્યકર તરીકે સક્રિય રહીશ.
જશપાલ સિંહ પઢીયાર લોકસભાના ઉમેદવાર નક્કી હતા જેથી બે મહિના અગાઉ તેઓની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેઓ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પ્રદેશ કક્ષાએ રાજીનામુ મોકલી આપ્યું છે.
Reporter: