હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી હતી,તાપમાન 42 ડિગ્રી રહેશે તેવી શક્યતો વ્યક્ત કરી હતી જોકે આથી ઉલટું આજે સવારથી જ હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો હતો,વડોદરામાં સવારથી જ વાદળો ગોરંભાતાં સૂરજદાદા સંતાકૂકડી રમતા નજરે પડ્યા હતા, વાદળોની ફોજ વચ્ચે મોસમે કરવટ લીધી હતી અને વરસાદી વારતાવરણ સર્જાયું હતી.ભરઉનાળામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.
Reporter: News Plus