News Portal...

Breaking News :

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના આઇટીઆઈ વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીના રહીશો લોકસભાની ચૂંટણી પ

2024-04-16 15:18:09
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના આઇટીઆઈ વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીના રહીશો લોકસભાની ચૂંટણી પ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના આઇટીઆઈ વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીના રહીશો લોકસભાની ચૂંટણી પહેલા મતદાન નહીં કરવાનું શસ્ત્ર ઉગામતા ખળભળાટ  મચી જવા પામ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે 2012 થી અમે રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે 

પરંતુ અમારી કોઈ માંગ સ્વીકારવામાં ન આવતા અમે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રહિશો દ્વારા સોસાયટીના નાકા આગળ રોડ નહીં તો વોટ નહીં તેવા બેનરો લગાવતા રાજકીય મોરચે પણ ખળભળાટ સર્જાયો છે.

ગોધરા શહેરમાં આવેલી શ્રી તુલસી સોસાયટી આઇટીઆઇ વિસ્તારમાં વર્ષ 2012 થી રસ્તાની સમસ્યાને લઇને સ્થાનિકો દ્વારા લગાવાયા બેનર લગાવાયા છે રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાડવામા આવ્યા છે.

ઈલેક્શનનો બહિષ્કાર, રોડ નહીં તો વોટ નહીં, કોઈપણ પક્ષના નેતાઓએ અમારી સોસાયટીમાં વોટ માગવા આવવું નહીં તેવા બેનર લગાવતા રાજકીય મોરચે પણ ખળભળાટ સર્જાયો છે.સ્થાનિક રહીશોનુ જણાવવુ છે કે  તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ ન મળતા સ્થાનિકો દ્વારા  બેનર લગાવાનુ નક્કી કર્યુ છે.

Reporter:

Related Post