વડોદરા શહેર ના કેટલાય એવા વિસ્તારો છે. જ્યાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આવા વિસ્તારો મા પાણી ન ભરાય તે માટે પાણી પહેલાજ પાળ બાઘવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંગે ચર્ચા વિચારણા કરી ને ચોમાસા પહેલાજ આવી કામગીરી પુરી કરી દેવા માટે આઘીકારીઓ જણાવવા મા આવ્યું છે. જે વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાંની મુલાકાત લઈ ને આ કામો સત્વરે હાથ ઘરવાનું કહેવામાં આવ્યું છે.ચોમાસામાં શહેરમાં પાણીનો ભરાવો થાય છે આમ પૂરની સ્થિતી સામે આગોતરા આયોજનનો તખ્તો તૈયાર કરવા પાલિકા ખાતે મળી મ્યુનિ.કમિ.અને ડિઝાસ્ટરની બેઠક બોલાવવામાં આવી હતી.વરસાદી પાણીના નિકાલ માટે દિલીપ રાણાની ફાયર બ્રિગેડ-વૉટર સપ્લાયર-ડ્રેનેજ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ચર્ચા હાથ ઘરવામાં આવી હતી. શહેર મા ચોમાસા દરમ્યાન કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું કમિશનરે જણાવ્યું હતું.
Reporter: