છોટાઉદેપુર ૨૧ લોકસભા બેઠક ની ચૂંટણી તારીખ ૭મી મે ના રોજ યોજાનાર હોય જેના ભાગરૂપે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી પોતાના ઉમેદવારને જીતાડવા પ્રચાર પસાર નું ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી જીતવા તથા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવી હતી ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રી અર્જુન
મુંડા ના અધ્યક્ષ સ્થાને જાહેરસભા યોજી હતી અને રેલી સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે કલેકટર કચેરી એ આવી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૧૯/ ૪/ ૨૪ લોકસભા બેઠકની
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોય જે અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર ૨૧ લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે સમગ્ર બેઠકની ચૂંટણી માં ભવ્ય વિજય મળે અને જંગી બહુમતી મળે તે માટે જશુભાઈ રાઠવા એ નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિરે પૂજન અર્જન કરી તથા નગરના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા કરી માથું ટેકવી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા
Reporter: Amit Shah