શહેરના ગોત્રી ખાતે ઇસ્કોન મંદિરમાં પણ ભગવાન શ્રીરામ ઉપર જળાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ રાજભોગ અને રાજભોગ આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઇસ્કોન મંદિર નું પરિસર સીતારામ સીતારામની ધૂન થી ગાજી ઉઠ્યું હતું. ભગવાનના જળાભિષેક અને જન્મોત્સવના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
સનાતન ધર્મના આરાધ્યદેવ એવા શ્રી ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ પ્રસંગે આજે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તગણોની હાજરીમાં ઇસ્કોન મંદિર હરીનગર ખાતે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભજન કીર્તન અને જલાભિષેકના કાર્યક્રમમાં હાજર રહેવા સવારથી જ ભક્તોનો સૈલાબ ઇસ્કોન મંદિર તરફ પહોંચ્યો હતો.
Reporter: Amit Shah