ચૈત્ર સુદ નોમ એટલે કે શ્રીરામ નવમી ના પાવન અવસરે અયોધ્યા સહિત સમગ્ર દેશમાં શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. એવી જ રીતે વડોદરાના પ્રખ્યાત પથ્થર ગેટ ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે પણ ભગવાન શ્રી રામજી નો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બરાબર બાર ના ટકોરે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામજી ની મહાઆરતી અને નૈવેદ્ય કરવામાં આવ્યું. જ્યારે મંદિરની બહાર ભક્તોને મોહનથાળ અને ફ્રુટ ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાના નવીન મંદિરના નિર્માણ બાદ આ પહેલી રામ નવમી નિમિત્તે ખૂબજ હર્ષ ઉલ્લાસ સાથે અને ભક્તિભાવ પૂર્વક શ્રી રામ નવમીની ઉજવણી કરવામાં આવી. મંદિરના પુજારી દ્વારા સમસ્ત ભક્ત ગણને શ્રી રામ નવમીની શુભકામના પાઠવવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્ર કી જયના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
Reporter: Amit Shah