News Portal...

Breaking News :

કોન્ટ્રાકટર ની બેદરકારી ને કારણે કર્મચારી ને કરંટ લાગતા મોત..

2024-04-16 18:39:13
કોન્ટ્રાકટર ની બેદરકારી ને કારણે કર્મચારી ને કરંટ લાગતા મોત..

વડોદરા પાસે આવેલ પરિવાર ચોકડી સ્થિત નંદધામ બુસ્ટર ખાતે કોન્ટ્રાક્ટરની બેદરકારી ના કારણે કર્મચારી મિતેશ ઠાકોરનું કરંટ લાગતા મોત થયું છે પરિવારજનોના આક્ષેપ કર્યા હતા મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો જાણવા મળ્યા મુજબ મિતેષ ઠાકોર સી એટરપ્રાઈઝ મા કામ કરતો હતો. હવે જ્યારે તેમને શોર્ટ લાગ્યો ત્યારે ત્યાં આ કામના જાણકાર કર્મી ઓ ત્યાં હાજર હતા કે નહીં તે તપાસ નો વિષય છે.

 તેમજ મિતેષ ઇલેક્ટ્રિક નું કામ જાણતો ન હોવા છતાં તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું. અને ઇલેક્ટ્રિક ના વાયરો ખુલ્લા રાખવામાં આવ્યા હતા જેના લીધે કરંટ લાગ્યો હતો. હવે આ કોન્ટ્રાકરે પેટા કોન્ટ્રાક આપ્યો છેકે કેમ અને ઇએસઆઇ, પીએફ કર્મી ઓ ને મળે છેકે કેમ આ તપાસ નો વિષય છે. આમ કોન્ટ્રાકર ની બેદરકારી ના કારણે આ મોત થતા તરહ તરહ ની ચર્ચા જોવા મળી છે.

Reporter: Amit Shah

Related Post