હિટવેવ ને ધ્યાનમાં રાખી 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' પરથી નિઃશુલ્ક છાસ સેવા સવારથી શરૂ કરવામાં આવી : પાંચ દિવસ સુધી રોજ ૫૦૦ લીટર છાસ નું વીતરણ
ભુખ્યા ને ભોજન પીરસવાના સંકલ્પ સાથે કાર્યરત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓ ના સહયોગથી ગોત્રી સરકારી દવાખાના સામે 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' પરથી છેલ્લા બૅ વર્ષ ઉપરાંત ના સમયથી માત્ર ૫ રૂપિયામાં સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવા આવી રહયું છે. કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને દવાખાનામાં દાખલ દર્દીઓ ને રાહત મળી રહે તે ને ધ્યાનમાં રાખી સતત બીજા વર્ષે છેલ્લા એક માસથી રોજ ૩૦૦ લીટર મસાલા છાસનું નિઃશુલ્ક વીતરણ કરવામાં આવી રહયું છે.
હિટવેવ ને ધ્યાનમાં રાખી રવિવારથી પાંચ દિવસ સુધી સાવના ૯:૩૦ થી બપોરના ૩:૩૦ સુધી રોજ ૫૦૦ લીટર મસાલા છાસ નું નિઃશુલ્ક કરવામાં આવશે. ૨૦૦૦ થી વધુ લોકો આ સેવાનો લાભ લઈશકે તેવી વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવી છે.
Reporter: News Plus