પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારએ રોડ શો યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે કોંગ્રેસના રાજકીય આગેવાનો, હોદ્દેદારો સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોગ્રેસ કાર્યલયથી પોતાના સમર્થકો સાથે રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી પહોંચી પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું,પંચમહાલ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને આગામી 19 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પંચમહાલ લોકસભા બેઠક ઉપર તેમનો વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણી પ્રચાર દરમિયાન દેશમાં વધતી મોંઘવારી કથળતી આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થાઓ તેમજ સિંચાઈના અનેક પ્રશ્નોના મુદ્દાઓને લઈને તેઓ પ્રજા વચ્ચે મત માંગવા માટે જશે અને પ્રજા આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને તેમને વિજયી બનાવશે, તેમ જણાવ્યું હતું.
Reporter: