ગુવાહાટી: આસામના પહાડી જિલ્લા કર્બી અંગલોંગના એક નાનકડા ગામની ૯ વર્ષીય બિનિતા છેત્રી બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોમાં સેકન્ડ રનર-અપ બની છે.
બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોની ફાઈનલ ઈવેન્ટ શનિવારે રાત્રે યોજાઈ હતી. તેમાં બિનિતા સેકન્ડ રનર અપ બનતા પરિવારે જણાવ્યું કે, શોના અંતિમ ચરણમાં પહોચનારી તે ભારતની પહેલી પ્રતિયોગી છે. આ શોમાં બ્રિટિશ જાદુગર હેરી મોલ્ડિંગ વિજેતા રહ્યો હતો.
જ્યારે, એલઈડી ડાન્સ ગુ્રપ 'ધ બ્લેકઆઉટ્સ' બીજા સ્થાને રહ્યું હતું. બ્રિટન્સ ગોટ ટેલેન્ટના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરેલા વિડીયોમાં બિનિતાએ તેના સમર્થકો અને સોશિયલ મીડિયા ફોલોવર્સ, તેમાં પણ ખાસ કરીને બ્રિટનના દર્શકોનો વોટ આપવા બદલ આભાર માન્યો હતો.
Reporter: admin







