જામનગર : ગુજરાતના જામનગર માંથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે રણજીતસાગર ડેમ પાસે રવિવાર સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક ટ્રકમાં સુકુ ઘાસ લાદવામાં આવ્યું હતું.

આ ટ્રક શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઘાસ વીજ તારને અડી જતા ચાલતા ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જોકે ડ્રાઈવરે સુઝબુઝ વાપરીને કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે રણજીતસાગર ડેમમાં ટ્રક સાથે ઝંપલાવ્યું હતું. જોકે થોડાક સમય માટે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.

Reporter: admin