News Portal...

Breaking News :

હાલોલ તાલુકાના રાણીપુરા ગામે મકાઈના પૈસાની ઉઘરાણી બાબતે 2 સગા ભાઈઓએ ધારિયુ અને ટોમી વડે હુમલો કરી એક જ પરિવારના 3 લોકોને માર મારતા નોંધાઈ ફરિયાદ

2025-06-02 10:26:12
હાલોલ તાલુકાના રાણીપુરા ગામે મકાઈના પૈસાની ઉઘરાણી બાબતે 2 સગા ભાઈઓએ ધારિયુ અને ટોમી વડે હુમલો કરી એક જ પરિવારના 3 લોકોને માર મારતા નોંધાઈ ફરિયાદ


હાલોલ તાલુકાના રાણીપુરા ગામે મોટુ ફળિયામાં રહેતા ફુલાભાઈ શંકરભાઈ ગોહિલના પુત્ર અતુલભાઇ ફુલાભાઈ ગોહિલ ગત તારીખ 30/05/2025 શુક્રવારના રોજ  રાણીપુરા ગામમાં જ રહેતા અલ્પેશભાઈ કલ્યાણભાઈ પરમારને મકાઈ આપેલ હોઈ તેઓના ઘરે મકાઈના પૈસાની ઉઘરાણી માટે ગયા હતા 


પરંતુ અલ્પેશભાઈએ મકાઈના બાકી નીકળતા પૈસા ન આપતા અતુલભાઇ પોતાના ઘરે પરત આવી ગયા હતા જે બાદ શુક્રવારે બપોરે અઢી થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અતુલભાઇ તેમજ તેઓના પિતા ફુલાભાઈ ગોહિલ અને માતા કમળાબેન ગોહિલ પોતાના ઘરે હતા એ વખતે અલ્પેશભાઈ કલ્યાણભાઈ પરમાર અને તેઓના સગા ભાઈ દશરથસિંહ કલ્યાણભાઈ પરમાર પોતાના હાથમાં ધારીયુ અને ટોમી લઈને ત્યાં ઘસી આવ્યા હતા અને માં બેન સમાણી ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ તમારે મકાઈના પૈસા જોઈએ છે તેમ કહી બંને ભાઈઓએ અતુલભાઇને ગદડાપાટુનો માર માર્યો હતો 


જ્યારે વચ્ચે છોડાવવા પડેલા અતુલભાઇના પિતા ફુલાભાઈ ગોહિલને અલ્પેશભાઈએ પોતાના હાથમાંનું ધારીયુ માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી જ્યારે ઝઘડા દરમિયાન અતુલભાઇના માતા કમળાબેનને પણ હાથના ભાગે ટોમી વાગતા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને સારવાર અર્થે તાત્કાલિક હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં  તેઓની સારવાર અર્થે દાખલ કરાયા છે જ્યારે બનાવ અંગે ફુલાભાઈ ગોહિલના પુત્ર રાજેશભાઈ ફુલાભાઈ ગોહિલે આરોપી અલ્પેશભાઈ કલ્યાણભાઈ પરમાર અને દશરથસિંહ કલ્યાણસિંહ પરમાર બંને રહે.રાણીપુરા, તાલુકો હાલોલનાઓ સામે હાલોલ રૂરલ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

Reporter: admin

Related Post