News Portal...

Breaking News :

અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં સોની પરિવાર સહિત સુરતના 9 લોકો હતા

2025-06-26 16:15:18
અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં સોની પરિવાર સહિત સુરતના 9 લોકો હતા


સુરત : ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ- બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. 


આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. આ એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો સામેલ હોવાની જાણકારી મળી છે. આ મિની બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 2 લોકોના મોત થયા છે જેમાં એક મૃતક ગુજરાતની છે જેનું નામ ડ્રીમી સોની જણાવાયું છે. જ્યારે હજુ 8 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. માહિતી અનુસાર 10 લોકોની કોઈ હજુ કોઈ ભાળ મળી નથી જેમાં બે ગુજરાતી સામેલ છે. 



અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં સોની પરિવાર સહિત સુરતના 9 લોકો હતા.વિધાતા જ્વેલર્સના માલિક 5 પરિવારજન સાથે રુદ્રપ્રયાગ ગયા હતા. સોની પરિવારે ઉત્તરાખંડ જવા ટ્રાવેલ્સ બસ ઉદયપુરથી કરી હતી. સુરતથી તેઓ અંદાજે 16 કે 17 જૂને મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યાં હતાં.
મૃતકોમાં  સામેલ મુસાફરો:-
ડ્રીમી સોની, 17 વર્ષ, સુરત
વિશાલ સોની, 42, મધ્ય પ્રદેશ
ઈજાગ્રસ્તોમાં કોણ કોણ ? 
દિપીકા સોની, 42 વર્ષ, રાજસ્થાન
હેમલતા સોની, 45 વર્ષ, રાજસ્થાન
ઈશ્વર સોની, 46 વર્ષ, ગુજરાત
અમિતા સોની, 49 વર્ષ, મહારાષ્ટ્ર
ભાવના સોની, 43 વર્ષ, ગુજરાત
ભવ્ય સોની, 7 વર્ષ, ગુજરાત
પાર્થ સોની, 10 વર્ષ, મધ્ય પ્રદેશ
સુમિત કુમાર, 23 વર્ષ, ડ્રાઈવર, હરિદ્વાર.

Reporter: admin

Related Post