વડોદરા : ચોમાસામાં વડોદરાથી પોર તરફ જતા જાંબુઆ બ્રિજ પર મુસાફરી કંટાળાજનક અને સમય ખર્ચાળ બની ગયો છે.
જાંબુઆ બ્રિજ પર યોગ્ય સમારકાન નહીં થયું હોવાના કારણે તેના પર ખાડેખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનો ધીમેથી પસાર થવા મજબુર બની રહ્યા છે. હાઇવે પર વાહનોની ગતિ ઘટતા પાછળ લાંબી કતારો જામી જાય છે. આ દ્રશ્યો વિતેલા બે દિવસથી સતત જોવા મળી રહ્યા છે. વડોદરા પાસે આવેલી જીઆઇડીસીમાં કામ અર્થે જતા આખું ચોમાસુ આ પરિસ્થિતી માંથી પસાર થશે. વડોદરા નજીક નેરો બ્રિજના વિસ્તરણને મંજુરી આપવામાં આવી છે. જો તંત્ર આ હાઇવે પરના ખાડાનો સમયસર ઇલાજ કરે તો લોકોને ચોક્કસથી ટુંકા ગાળા માટે રાહત મળી શકે છે.વડોદરા પાસે બોટલનેક ગણાતા અનેક નેરો બ્રિજના વિસ્તરણના કાર્યને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ તે પ્રોજેક્ટને પૂર્ણ થતા વાર લાગે તેમ છે.
આ દરમિયાન જો હાઇવે ઓથોરીટી સમયસર ખાડાઓનું સમારકામ કરે તો લોકોને હાલ પુરતી રાહત થઇ શકે તેમ છે. અગાઉ હાઇવે પરના ખાડા ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થયા હતા. આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે પણ આ ખાડાઓનું સમયસર સમારકામ જરૂરી જણાય છે. હવે આ સમસ્યા સપાટી પર આવ્યા બાદ તંત્રની આંખો ક્યારે ઉઘડે છે તે જોવું રહ્યું. હાલની પરિસ્થિતિએ વરસાદ રોકાતા હાઇવે પર ટ્રાફિકની પરિસ્થિતિ હળવી થતા વાહન ચાલકોએ થોડી રાહત અનુભવી છે.વડોદરા શહેરને નેશનલ હાઇવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડો. હેમાંગ જોષ એ થોડા સમય પહેલા કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના રાજ્યસ્તરના અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો. ખોખલા સાબિત થયા છે. અને ટ્રાફિક સમસ્યા યથાવત રહી છે.
Reporter: admin







