યેલ્લાપુરા : કર્ણાટકના યેલ્લાપુરામાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરા હાઈવે ગુલપુરા પર શાકભાજી લઈ જતી ટ્રક કાબૂ બહાર ગઈ અને ટ્રિપર સાથે અથડાઈ હતી.

આજે વહેલી સવારે એક ટ્રકને અકસ્માત નડતાં 10ના મોત અને 15 ઘાયલ થયા હતા. આ બધા શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમતા માર્કેટ જઈ રહ્યા હતા. એસપી નારાયણ એમ, કારવાર, ઉત્તરા કન્નડએ જણાવ્યું હતું.
...
Reporter: admin