પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસે પંથકમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ આવા ગુનાઓમાં પકડાયેલા ઈસમો પર વોચ રાખવા સહિતની કામગીરી હાથ ધરી હતી
જે અંતર્ગત હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાએ રૂરલ પોલીસની સર્વેલન્સ સ્કોર્ડની ટીમને ખાસ સૂચનાઓ આપેલ હતી જેમાં હાલોલ રૂરલ પોલીસ મથકના પીએસઆઇ જે.ડી.તરાલ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમ હાલોલ તાલુકાના નૂરપુરા ગામે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન પીએસઆઇ જે.ડી. તરાલને ખાનગી રાહે ચોક્કસ બાતમીના આધારે તેઓએ બિલ વગરના મોબાઈલ ફોન લઈને મારુતિ ફ્રન્ટી કારમાં જતા રીઢા આરોપી હેમંત ઉર્ફે બટકો ચીમનભાઈ પવાર રહે.ભરોણા ફળિયુ.હાલોલને ઝડપી પાડી તેની પાસેથી 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા
જેમાં પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ ફોન યાત્રાધામ પાવાગઢ ખાતે બસ સ્ટેન્ડ સામે સુતેલા યાત્રાળુઓ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી જેમાં પોલીસે આરોપી હેમંત ઉર્ફે બટકો પવાર પાસેથી 9 મોબાઈલ ફોન જેની કિંમત 29,000/- અને મારુતિ ફ્રન્ટી કાર કિંમત 50,000/- મળી કુલ 79,000/- મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં ઝડપાયેલ આરોપી હેમંત ઉર્ફે બટકો ચીમનભાઈ પવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો આરોપી હોવાનું અને અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલો હોવાનુ પણ ખુલવા પામ્યું હતું જેમાં તેની વર્ષ 2024-25 માં સામે હાલોલ ટાઉન પોલીસ મથકમાં 7 ગુના અને 2022માં વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે
Reporter: admin







