શાહપુર: મધ્ય પ્રદેશમાં મંદિરની દીવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોતની ઘટના બની છે. આ દુર્ઘટના રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં બની છે. દુર્ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જ્યારે બાળકો માટીનું શિવલિંગ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.મંદિરની દીવાલ લગભગ 50 વર્ષ જૂની હતી. હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. ત્યારે આજે (ચોથી ઓગસ્ટ) શિવલિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જ્યાં 8થી 14 વર્ષની વયના અનેક બાળકો પણ ત્યાં માટીના શિવલિંગ બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ મંદિર પરિસરની નજીક આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બાળકો દટાયા હતા.
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 બાળકોના મોત થયા છે.મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટનાને પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X' પર લખ્યું 'ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે અને ઈજાગ્રસ્ત બાળકોના ઝડપથી સ્વસ્થ તેવી પ્રાથના કરૂં છું. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
Reporter: admin