વડોદરાના મકરપુરા રોડ પર મહાકાય ભૂવાએ જન્મ લીધો હતો, એક પછી એક પડતાં ભુવાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે.
વડોદરા હવે ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેન છે.શહેરના વિવિધ વિસ્તારોના રોડ પર રોજે રોજ નીત નવા ભૂવા પડતા જોવા મળી રહ્યા છે. શહેરમાં રસ્તાઓ ઉપર ભુવા પડવા એ હવે શહેરીજનો માટે કોઈ નવાઈ રહી નથી. 2024નો સૌથી મહાકાય ભૂવો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ l&t સર્કલ પાસે જોવા મળ્યો હતો. તે પહેલા વાઘોડિયા રોડ પર પણ વિશાળકાય ભૂવાએ જન્મ લીધો હતો. વડોદરા શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં રસ્તા ઉપર ભૂવાઓ ન પડ્યા હોય. ભુવા પડવા એ હવે શહેરની ઓળખ થઈ ગઈ છે અને એ માટે શહેરના રહેવાસીઓએ હવે ગર્વ લેવો જોઈએ કે વડોદરા ભુવાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. શહેરના મકરપુરા મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. મકરપુરા એસઆરપી 9 ગ્રુપ ની સામે મેઈન રોડ પર મસમોટો ભૂવો જોવા મળ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભૂવાની આસપાસ સુરક્ષા માટે બેરીકેટિંગ કરી દેવાયું હતું.હવે આ ભૂવો કયા કારણોસર પડ્યો છે તે એક નો વિષય છે અને તેની સામે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ભૂવાઓ પડવાને કારણે મહાનગર પાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા તકલાદી કામો પર સવાલો ઊભા થાય છે અને તેમના દ્વારા કરવામાં આવતા કામોની પોલ પણ ખુલીને સામે આવે છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં દરેક વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે. રોડ તૂટી રહ્યો છે અને રોડ પર ચડી પડી રહી છે. પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરને મિલીભગતથી ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો છે. જ્યારે પણ રોડ બને છે ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા તેની પર સુપરવિઝન કરવામાં આવતું નથી. અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ પાલિકા તંત્રો દ્વારા અધિકારી કે કોન્ટ્રાક્ટર પર કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના લીધે તેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને નાગરિકોએ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Reporter: