મોરિટાનિયા: આફ્રિકન દેશ મોરિટાનિયા માં એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી માછીમારોથી ભરેલી બોટ પલટી જતા 89 લોકોના મોત થયા છે. જ્યારે 5 વર્ષની બાળકી સહિત 9 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 6 દિવસ પહેલા લગભગ 170 માછીમારો આ બોટમાં બેસીને માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા.આ માછીમારો સેનેગલ-ગેમ્બિયા સરહદ દ્વારા યુરોપ જઈ રહ્યા હતા, પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ ગઈ હતી. દરિયાકાંઠાથી લગભગ 4 કિલોમીટર દૂર તેમની બોટ ફસાઈ ગઈ હતી. મોરિશિયન કોસ્ટ ગાર્ડેને આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ ગઈ હતી.
જો કે કોસ્ટ ગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ 89 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.મોરિશિયન કોસ્ટ ગાર્ડે 5 વર્ષની બાળકી સહિત 9 લોકોને બચાવ્યા હતા. બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 70થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યમન અને અફઘાનિસ્તાનમાં આવી બે મોટી દુર્ઘટના થઈ ચૂકી છે. યમનના એડન શહેર નજીક દરિયાકિનારે બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 140 લોકો ગુમ થયા હતા, જેમનો પતો આજદિન સુધી લાગ્યો નથી.
Reporter: News Plus