ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સાથે આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે.
કેટલા ટકા આવ્યું પરિણામ?
આ વર્ષે ધારણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. બોડેલીમાં 47.98 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે લીમખેડામાં સૌથી ઓછું 22 ટકા પરિણામ હતું.
Reporter: News Plus