છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, નસવાડી, પાવીજેતપુર, જાંબુઘોડા, સંખેડા વગેરે વિસ્તારના શ્રમજીવી પરિવાર બહોળી સંખ્યામાં રોજગારી માટે કચ્છ અને કાઠિયાવાડ તરફ અવરજવર કરતા હોય છે, ત્યારે 8 થી 10 કલાકની લાંબી મુસાફરી માટે શ્રમજીવી પરિવાર એસટી બસમાં મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરવા માટે રિઝર્વેશન સેન્ટર પર જઈને પોતાની મુસાફરીની ટિકિટ મેળવી લેતા હોય છે. આ માટે બોડેલી એસટી ડેપોના રિઝર્વેશન સેન્ટર પર સવારથી મુસાફરો ટિકિટ બુકિંગ માટે ખડેપગે ઊભેલા જોવા મળે છે. સવારે 10 વાગ્યા પછી બોડેલી એસટી ડેપોનું રિઝર્વેશન સેન્ટર ખુલતું હોય છે ત્યારે મુસાફરોની સવલતને ધ્યાને લઇને વહેલું સેન્ટર ખુલે તેવી માંગ ઉઠી છે.
Reporter: News Plus